મને આપ
ભલે પ્રેમ ના દે, દિલાસો મને આપ,
જવું છે? ભલે, પણ ખુલાસો મને આપ.
નથી જોઈતો સૂર્ય આખો, પ્રિયે, બસ
હૃદય-દીવડાના ઉજાસો મને આપ.
નથી માગતો હું કદી કોઈ મંઝિલ,
જરા સાથ ચાલે, પ્રવાસો મને આપ.
ભલે લોક હસતા રહે મુજ ઉપર, પણ
ન તું પણ નવો કો’ તમાશો મને આપ.
પરાગે ન માંગ્યો કદી બાગ આખો,
ફકત ફૂલની બસ સુવાસો મને આપ.
– પરાગ રતનપરા
#ગઝલ #વિરહ #પ્રેમ #યાચના #દિલાસો #પરાગરતનપરા
#GujaratiGhazal #Longing #UnrequitedLove #Consolation #Heartbreak #ParagRatanpara