← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મનવા ઠગ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મનવા, તું તો મોટો ઠગ રે,
પળમાં પહોંચે કાશી-મથુરા, પળમાં પાછો પગ રે.

માળા ફેરવું હાથથી, ને તું ફરે બજાર,
રામ રટું હું હોઠથી, ને તું ગણે ઉધાર;
દેહ મંદિરે બેઠો, ને તું ભટકે આખું જગ રે…
મનવા, તું તો…

બાંધું તો તું છટકે, જાણે માછલી જળ મોઝાર,
છોડું તો તું ફરી ફસાય માયાના વ્યાપાર;
તારા વિના ના ઊગે ભક્તિનું એક ડગ રે…
મનવા, તું તો…

પરાગ કહે: મનવાને જીતે, એવો ના કોઈ જોધ,
પણ જે મનને મિત્ર બનાવે, એને મળે બોધ;
મન જ પછી દીવો બને, ને ઝળહળે સૌ મગ રે…
મનવા, તું તો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખપપ્પાઆગલો લેખ →દીવો ધરજો