← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મનડું માંકડું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગુરુજી, મારું મનડું માંકડું, ડાળે ડાળે કૂદે,
બેસાડું તો ઊઠી જાય, ને બાંધું તો ખીલો ખૂંદે.

માળા ફેરવું, મણકા ગણું, મન તો ગણે છે નાણાં,
આંખો મીંચું, ધ્યાન ધરું, ત્યાં દેખાય ઘરનાં ભાણાં;
ગીતા વાંચું, પાને પાને મારો સ્વાર્થ જ રૂંધે.
ગુરુજી, મારું મનડું…

તીરથ ગયો, જાત્રા કીધી, નદીએ નાહ્યો ઝાઝું,
ચામડી તો ઊજળી થઈ, પણ મન રહ્યું એવું ઝાંખું;
પાણી ઉપર ઉપર ધોવે, ભીતર કોણ ઢૂંઢે?
ગુરુજી, મારું મનડું…

પરાગ કહે: ગુરુએ હસીને મૂક્યો માથે હાથ,
‘મનને બાંધ નહીં રે ભોળા, કર એનો સંગાથ;
એ જ્યાં દોડે, ત્યાં તું જોજે — હરિ ઊભો છે ઊંડે.’
ગુરુજી, મારું મનડું માંકડું…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખભીની સાંજઆગલો લેખ →ઘાટ પર