મનાવ્યું
હતી રાત લાંબી, રડીને મનાવ્યું,
સવારે ફરી મન હસીને મનાવ્યું.
નથી કોઈ આવે, ખબર છે, છતાં પણ
ઝરૂખે શમા લઈ ધરીને મનાવ્યું.
હતું જે કહેવું, કહી ના શકાયું,
પછી પત્ર કોરો લખીને મનાવ્યું.
નથી ઊંઘ આવી, ન રાતે ય ખૂટી,
ગગનના સિતારા ગણીને મનાવ્યું.
પરાગે ભલે ફૂલ ખોયું, છતાં તો
પવન સાથ મ્હેકી ભળીને મનાવ્યું.
– પરાગ રતનપરા
#ગઝલ #મન #પ્રતીક્ષા #વિરહ #આશ્વાસન #પરાગરતનપરા
#GujaratiGhazal #ConsolingTheHeart #Waiting #Longing #SelfComfort #ParagRatanpara