← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મન શાંત લાગે છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

લોકો કહે છે,
‘તું કેટલો શાંત છે!’

એમને ક્યાં ખબર છે
કે તળાવની સપાટી
શાંત ત્યારે જ લાગે
જ્યારે નીચે
વમળો થાકીને
સૂઈ ગયાં હોય.

મારી અંદર
એક આખું ચોમાસું
ગાજે છે,
વીજળી ત્રાટકે છે,
પાળો તૂટે છે —

ને હું
ઉપરથી
એક કમળ ખીલવી રાખું છું,
જેથી
કિનારે ઊભેલા લોકો
પથ્થર ન ફેંકે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખફૂલ જેવી નજરઆગલો લેખ →આ કોણ છે?