મન
મન
એક વાંદરો છે.
એક ડાળેથી
બીજી ડાળે,
બીજીથી
ત્રીજી.
ધ્યાન કરવા બેસું
તો
એ
ગઈ કાલના ઝઘડા પર
ઝૂલવા લાગે છે.
માળા ફેરવું
તો
એ
મણકા ગણતાં ગણતાં
પગારના હિસાબ પર
કૂદી પડે છે.
ગુરુજીએ કહ્યું:
‘મનને બાંધો.’
મેં
બાંધવાનો
ખૂબ પ્રયત્ન કર્યો.
હવે
વાંદરો તો છૂટો છે,
ને હું
દોરડું લઈને
એની પાછળ પાછળ
ડાળે ડાળે
કૂદું છું.
– પરાગ રતનપરા