← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મન

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મન
એક વાંદરો છે.

એક ડાળેથી
બીજી ડાળે,
બીજીથી
ત્રીજી.

ધ્યાન કરવા બેસું
તો
એ
ગઈ કાલના ઝઘડા પર
ઝૂલવા લાગે છે.

માળા ફેરવું
તો
એ
મણકા ગણતાં ગણતાં
પગારના હિસાબ પર
કૂદી પડે છે.

ગુરુજીએ કહ્યું:
‘મનને બાંધો.’

મેં
બાંધવાનો
ખૂબ પ્રયત્ન કર્યો.

હવે
વાંદરો તો છૂટો છે,
ને હું
દોરડું લઈને
એની પાછળ પાછળ
ડાળે ડાળે
કૂદું છું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઆંબે મોરઆગલો લેખ →રેતી જેવી જિંદગી