← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મળે છે ક્યાં?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઘણો ચળકાટ ને ઝગમગ, કલાકારી મળે છે ક્યાં?
મળે સોગંદ સો સો, પણ વફાદારી મળે છે ક્યાં?

ઘણી ડિગ્રી મઢાવી છે દિવાલે, ને ભણેલા સૌ,
છતાં ઘરમાં જરા પણ ત્યાં સમજદારી મળે છે ક્યાં?

હતો ઘાયલ સડક પર એક, ટોળું વીડિયો લેતું,
ઘણા ફોટા, ઘણી લાઈક, મદદગારી મળે છે ક્યાં?

ગરીબોથી ભરી છે જેલ, ને ચોરો બિરાજે છે,
અહીં તો ભૂખ છે કેદી, ગુનેગારી મળે છે ક્યાં?

પરાગે ફેસબુકમાં તો હજારો દોસ્ત જોડ્યા, પણ
પડે સંકટ, ગણો એમાં ખરી યારી મળે છે ક્યાં?

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #સમાજ #દંભ #સાચીમિત્રતા #પરાગરતનપરા
#GujaratiGhazal #SocialSatire #Hypocrisy #FakeFriends #ModernTimes #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખહસ્તરેખાઆગલો લેખ →બે કપ