← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બે કપ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પચાસ વરસ
એણે સવારે
બે કપ ચા બનાવી.

એક એનો,
એક એમનો —
ઓછી ખાંડ, વધારે આદુ.

એમને ગયે
આજે છ મહિના થયા.

દીકરો કહે છે:
‘મમ્મી, હવે એક જ કપ…’

એ હા પાડે છે.
માથું હલાવે છે.

ને બીજી સવારે
ફરી
બે કપ.

એક પી લે છે.
બીજો
ઠરવા દે છે,
ધીમે ધીમે,
જેમ એ પચાસ વરસ
રાહ જોતી —
‘છાપું પૂરું થાય ત્યાં સુધી.’

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખમળે છે ક્યાં?આગલો લેખ →ભરોસો