← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મળવાનું સરનામું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તેં કહ્યું હતું:
‘મળીશું.’

ત્યારથી
એ શબ્દ
એક મકાન છે —
જેનું બારણું
તારી બાજુ ખૂલે છે
ને બારી મારી બાજુ.

હું રોજ બારીએ ઊભો રહું છું,
તું રોજ બારણે ટકોરા મારે છે.

આખું મકાન
આપણા બંનેના અવાજથી ભરાઈ ગયું છે,
ને અંદર
એક ખુરશી
હજી ખાલી છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઅનહદનો નાદઆગલો લેખ →કલમની ગવાહી