મહોરું
બધાંએ પહેર્યું રુપેરું મહોરું,
અને મેં સજાવ્યું અનેરું મહોરું.
ઉતારું, તરત ત્યાં નવું એક ફૂટે,
હજી છે હૃદયમાં ઘણેરું મહોરું.
ઇલેક્શન સમે ઝૂંપડે જઈ જનાબે
ચઢાવ્યું અહો! શું ભલેરું મહોરું.
હતી બાળપણમાં નિખાલસ નજર, ને
હવે રોજ ઘરમાં ઉછેરું મહોરું.
પરાગે વખાણી સુમનની સરળતા,
હસી ફૂલ બોલ્યું, ‘વિખેરું મહોરું?’
– પરાગ રતનપરા
#ગઝલ #મહોરું #દંભ #વ્યંગ #નિખાલસતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Masks #Hypocrisy #Satire #LostInnocence #ParagRatanpara