← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મહિનાનો પગાર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એકમે તો આંગણે મલકાય મહિનાનો પગાર,
પાંચમે તો ક્યાંક ઊડી જાય મહિનાનો પગાર.

દૂધ, ભાડું, ગૅસ, ફી ને બૅન્કનો હપ્તો પછી,
ભાગ પાડે સૌ, અને લૂંટાય મહિનાનો પગાર.

સાડલાનું સ્વપ્ન પત્નીની નજરમાં ઝૂરતું,
વાયદો દઈ, તોય ભૂલી જાય મહિનાનો પગાર.

બાળકો પૂછે: રમકડાં લાવશો ક્યારે તમે?
‘આવતા મહિને’, કહી શરમાય મહિનાનો પગાર.

આ પરાગે શબ્દ વેચી વાહ પામ્યો છે ઘણી,
દાદથી ક્યાં કોઈ દી ભરપાય મહિનાનો પગાર?

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #પગાર #મધ્યમવર્ગ #મોંઘવારી #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #Salary #MiddleClassLife #Inflation #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખઓઢણીના રંગઆગલો લેખ →મૌન નહીં