← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

માતૃભાષા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દીકરો
અંગ્રેજી નિશાળેથી આવ્યો
ને બોલ્યો:
‘મૉમ, આઈ ઍમ હંગ્રી.’

બાએ
કશું ન સમજ્યું,
પણ થાળી પીરસી દીધી.

રાતે
દીકરાને તાવ આવ્યો.
ઊંઘમાં બબડ્યો:
‘બા… પાણી…’

ત્યારે સમજાયું —
ભૂખ
ગમે તે ભાષામાં લાગે,
પણ પીડા
માતૃભાષામાં જ બોલે છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઆ ઘડીઆગલો લેખ →બાની તિથિ