← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

માસ્તરની સોમવારી સવાર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સોમવારની સવાર પડી ને માસ્તર ચાલ્યા નિશાળે,
ચશ્માં ભૂલ્યા, ચોપડી ભૂલ્યા, ચાવી રહી ગઈ તાળે!

પહેલી ઘંટડી વાગી ને આખો વર્ગ ગાજે ગાજે,
‘ચૂપ!’ કહે ત્યાં પાછલી બેન્ચે કોઈ ઢોલક વાગે;
ગણિતનો દાખલો પૂછ્યો, ત્યાં સૌ ઊંઘે બારી-ડાળે…
સોમવારની…

‘હોમવર્ક ક્યાં?’ પૂછ્યું ત્યાં તો બહાનાંનો વરસાદ,
કોઈની નોટ કૂતરું ખાઈ ગયું, કોઈની દાદી યાદ;
માસ્તર સમજે સઘળું, ભાઈ, એય ભણ્યા’તા આ જ ઢાળે…
સોમવારની…

પરાગ કહે: આ માસ્તર તો બાળકના પહેલા ભગવાન,
ઘંટ પૂરો ને પગાર ઓછો, તોય વહેંચે જ્ઞાન;
સાંજે થાકી ઘેર વળે, પણ સપનાં વાવે ફાળે…
સોમવારની…

– પરાગ રતનપરા

ગીતહાસ્ય
← પહેલો લેખપ્રેમનું ફૂલઆગલો લેખ →કિતાબો