← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

માસ્તર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ત્રીસ વરસે
ગામની નિશાળે ગયો.

ઓટલે
એ જ માસ્તર બેઠા હતા —
ચશ્માંના કાચ જાડા,
હાથમાં લાકડી,
પણ હવે એ લાકડી
મારવા માટે નહીં,
ચાલવા માટે હતી.

મેં પગે લાગીને કહ્યું:
‘ઓળખ્યો? હું…’

એમણે મારું નામ
પૂરું થવા ન દીધું:
‘તું તો પેલો,
જે ભાગાકારમાં કાયમ
શેષ ભૂલી જતો.’

હું હસ્યો.
મોટો સાહેબ બની ગયો છું,
લાખોના હિસાબ રાખું છું.

પણ આજે
એમની કરચલીવાળી આંખમાં જોઈને
સમજાયું —
જીવનના ભાગાકારમાં
હું હજીય
શેષ જ ભૂલી ગયો હતો:
આ ઓટલો,
આ લાકડી,
ને આ માણસ.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખરમતમાંઆગલો લેખ →આજકાલ