← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મારો સમય આવે ત્યારે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જ્યારે મારો સમય આવે,
ત્યારે
શોકસભા ન રાખશો,
ફોટા પર સુખડનો હાર
ન લટકાવશો.

હું તો
ગામના પાદરની
પેલી ધૂળ છું —
જે ગાડાં નીચે કચડાઈ,
વરસાદે ભીંજાઈ,
ને તોય
દરેક પગલે
ઊડીને
આંખમાં ખૂંચી.

મને બાળજો તો
રાખ
ખેતરમાં વેરજો;
મારે
ફરીથી
ઘઉંના એક દાણામાં
જાગવું છે,
ને કોઈ ભૂખ્યા છોકરાના
પેટમાં જઈ
હસવું છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખબળેઆગલો લેખ →છૂટા શેર ૧૨૬૬–૧૩૩૫