← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મારી ધરતી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સરગ તમારો તમને મુબારક, મારે તો ધરતી વહાલી,
ખોળે લઈને ધાન દીધાં જેણે, એની માટી રૂપાળી.

સરગે અપ્સરાઓ નાચે, પણ ક્યાં છે ગરબાની તાળી?
અમરતના કૂંડા ભલે હો, ક્યાં છે માની છાશ મીઠાળી?
ત્યાં ક્યાં ચોમાસું, ક્યાં ખેતર, ક્યાં ભીની સીમ હરિયાળી?
સરગ તમારો…

દેવોને ક્યાં ભૂખ લાગે, ક્યાં રોટલાની મીઠાશ?
ક્યાં ત્યાં ઝૂલે પારણિયાં, ક્યાં હાલરડાંનો પ્રકાશ?
અમર થઈને શું કરવું, જો ના હોય વિદાયની પાળી?
સરગ તમારો…

પરાગ કહે: મારે તો ફરી ફરી આ જ ગામમાં આવવું,
આ જ લીમડે, આ જ પાદરે, આ જ માટીમાં ભળવું;
દીવો તો ઘરનો જ ગમે, ભલે ઝળહળે સરગની દિવાળી.
સરગ તમારો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઓક્સિજનઆગલો લેખ →શ્રાવણી ઝરમર