← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મારી ભાષા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મારી ભાષા ગુજરાતી રે, મારી માવડી જેવી મીઠી,
પારણે જે હાલરડું ગાયું, એ ભાષામાં દુનિયા દીઠી.

નરસૈંયાનાં પ્રભાતિયાં ને મીરાંના એકતારે,
અખાના છપ્પા ચાબખા મારે, દયારામ ગરબે ધારે;
નર્મદ જાગ્યો, ગાંધી બોલ્યા, મેઘાણીએ ધરતી ગીતે સીંચી…
મારી ભાષા ગુજરાતી રે…

‘મોમ’ ને ‘ડૅડ’ ના શીખવો બાળને, શીખવો ‘બા’ ને ‘બાપા’,
અંગ્રેજી તો કામની ભાષા, આ ભાષામાં હૈયાના છાપા;
પરદેશે પણ દીકરાના મોંમાં ‘કેમ છો?’ સાંભળું, તો આંખ થાતી ભીની…
મારી ભાષા ગુજરાતી રે…

પરાગ કહે: આ ભાષા મરે તો મરે આખી સંસ્કૃતિ,
દાદીની વારતા, લોકગીત, ને ભજનોની એ પ્રીતિ;
ઘરમાં બોલો, ગામમાં બોલો, રાખો આ મશાલ સીધી…
મારી ભાષા ગુજરાતી રે, મારી માવડી જેવી મીઠી.

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખવિશ્રામઆગલો લેખ →બાની ગોદડી