← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મારા હતા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પીઠ પર જે ઘા થયા, એ ખંજરો મારા હતા,
કાચ જેણે તોડિયા, એ પથ્થરો મારા હતા.

રાવ કોને જઈ કરું, ને ન્યાય માગું કોણ પાસ?
ન્યાયના દરબારના એ ઉંબરો મારા હતા.

પાંખ કાપી જેમણે, એ પણ હતા મારા સગા,
રાતદિન જ્યાં હું રહું, એ પિંજરો મારા હતા.

ઝેર ઘોળીને લખેલા જે હતા કાગળ બધા,
કાળજે જે કોતરેલા અક્ષરો મારા હતા.

આયનો જોયો ‘પરાગે’, ત્યાં જ સમજાયું બધું,
દુશ્મનો તો નામના, આ નશ્તરો મારા હતા.

– પરાગ રતનપરા

#ગઝલ #વિશ્વાસઘાત #પોતાનાજ #આત્મમંથન #ઘાવ #પરાગરતનપરા
#GujaratiGhazal #Betrayal #OwnPeople #SelfReflection #Wounds #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખસુખ હશેઆગલો લેખ →લાડકડી માંડવે