← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મારા ભાગમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભાઈ લઈ ગ્યા ખેતરો ને ઘાવ મારા ભાગમાં,
ફળ ગયાં સૌ ડાળનાં ને છાંવ મારા ભાગમાં.

મા ગયાં ને સૌ ગણે છે ઘર, ઘરેણાં, ઓરડા,
આંખમાં માની હતો જે ભાવ, મારા ભાગમાં.

ગામના કૂવા, તળાવો, ઝાડ લઈ ચાલ્યા બધા,
સાવ સૂકી, બંધ જૂની વાવ મારા ભાગમાં.

સૌ ગયા સામે કિનારે, ઉત્સવો ત્યાં થઈ ગયા,
એક ખાલી, ભાંગલી એ નાવ મારા ભાગમાં.

જિંદગીના ખેલમાં સૌ જીતતા ચાલ્યા ‘પરાગ’,
લોકને જીતાડવાનો દાવ મારા ભાગમાં.

– પરાગ રતનપરા

#ગઝલ #વહેંચણી #ભાઈભાંડુ #માનોભાવ #સંતોષ #પરાગરતનપરા
#GujaratiGhazal #Inheritance #SiblingDivide #MothersLove #Contentment #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખલેખકઆગલો લેખ →ચૂડલો