માનો સાડલો
માનો સાડલો રે, જાણે આખું આકાશ,
એમાં ટાઢ્યું, તડકા ને ઝરમર વરસાદ.
નાનો હતો ત્યારે પાલવ ઝાલી ફરતો આખું ગામ,
ઠોકર વાગે તો એ જ પાલવે લૂછી દેતી ઘામ;
ભૂખ લાગે તો ગાંઠ છોડીને કાઢે ગોળનો સ્વાદ —
માનો સાડલો રે…
ઝાઝો જૂનો, ફાટ્યો તૂટ્યો, તોય ના એ ફેંકે,
થીગડાં મારી મારીને એ ઘર આખું યે સેંકે;
એના એકેક ટાંકામાં મારી બાળપણની યાદ —
માનો સાડલો રે…
પરાગ કહે: મા ગઈ તોયે સાડલો સાચવી રાખ્યો,
ઓઢું તો લાગે, જાણે માએ ફરી હાથ મૂક્યો માથો;
કબાટ ખોલું ત્યાં મ્હેકે છે મારી માનો સાદ —
માનો સાડલો રે…
– પરાગ રતનપરા