માનો ખોળો
મોટો થયો, હું મોટો થયો, પણ ખોળો નાનો પડ્યો રે,
માનો ખોળો શોધવા આજે આખો જગ હું રડ્યો રે.
નાનો હતો ત્યારે ખોળે માથું મૂકીને સૂતો,
માની આંગળી વાળમાં ફરતી, ભૂલી જાતો જૂતો;
આજે ગાદલાં મોંઘાં, તોયે નીંદરનો ભાવ ચડ્યો રે…
મોટો થયો…
દુનિયા જીતી, પદવી પામ્યો, નામ થયું છાપામાં,
પણ મા પૂછે: ‘જમ્યો કે નહીં?’ — એ પ્રશ્ન નથી ખાતામાં;
ઑફિસનો ખુરશીવાળો માણસ ઘેર આવીને ઢળ્યો રે…
મોટો થયો…
પરાગ કહે: આ ખોળો તો છે ઈશ્વરનું સરનામું,
જે પામ્યો તે સઘળું પામ્યો, બાકી સઘળું નકામું;
ઘડપણમાં પણ મા સામે હું બાળક થઈને અડ્યો રે…
મોટો થયો…
– પરાગ રતનપરા