માનવી
તેં કરી ઝાડની લાકડી, માનવી,
ને પછી શોધતો છાંયડી, માનવી.
ફ્લેટ ઊંચા થયા વન વઢીને બધાં,
ને ઉજાડી ગયો ઝૂંપડી, માનવી.
ઈશને ફૂલ ધરવા ગયો તોડવા,
ઈશની તો હતી પાંખડી, માનવી!
ખાણ ખોદી અને પર્વતો તોડતો,
તેં ઉતારી ધરા-ચૂંદડી, માનવી.
આ પરાગે હવામાં ભરી મ્હેક, પણ
તેં ધુમાડે ભરી છાબડી, માનવી.
– પરાગ રતનપરા
#ગઝલ #પર્યાવરણ #વૃક્ષ #પ્રકૃતિ #વ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #Environment #SaveTrees #NatureSatire #Deforestation #ParagRatanpara