← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મામાનું ઘર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વેકેશન પડ્યું ને હાલો રે મામાને ઘેર,
ગાડું જોડ્યું, બળદ દોડ્યા, ધૂળ ઊડે ચોમેર.

મામી બનાવે સુખડી ને મામા લાવે કેરી,
નાનીમા તો વાર્તા માંડે, રાત પડે અંધારી;
ભાણિયા સૌ ધમાલ કરે, ના કોઈ રોકટોક, ના વેર…
વેકેશન પડ્યું ને હાલો…

વાડીએ જઈ કૂવે નહાઈએ, ચડીએ આંબા-ડાળે,
ગાય દોહીએ, વાછરડું રમે, ઘૂઘરા વાગે ગળે;
સાંજે ખાટલે આભ જોઈએ, તારા ગણીએ ઢેર…
વેકેશન પડ્યું ને હાલો…

પરાગ કહે: આ મામાનું ઘર મોબાઈલમાં ક્યાં મળશે?
ગામડાંની એ માટી-મ્હેક ક્યાં ‘ગેમ’માં ઊછળશે?
ફરી ફરીને આવજો બાળકો, ભરજો હૈયે લહેર…
વેકેશન પડ્યું ને હાલો રે મામાને ઘેર.

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઘર નથી હોતુંઆગલો લેખ →લાલ પેટી