← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

માળો ને આકાશ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વીસ વર્ષે
મને આકાશ જોઈતું હતું:
ઊંચી ઉડાન,
અજાણ્યાં શહેર,
ખિસ્સામાં પાસપોર્ટ.

ચાલીસે
મને માળો જોઈતો હતો:
ઘર, હપ્તા,
બાળકની નિશાળ,
બારીમાં એક તુલસી.

સાઠે પહોંચીને
સમજાયું —
આકાશ અને માળો
બંને
એક જ પાંખમાં સૂતાં હોય છે.

હવે સાંજે
અગાસીએ બેસું છું,
ને આકાશને
માળામાં ઊતરતું જોઉં છું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખકોરો કાગળઆગલો લેખ →ભૂલી જવું