← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

માળા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દુકાને, ઘર, સભામાં, સૌ સમાજે ફેરવે માળા,
કરે ધંધે કપટ, તોયે રિવાજે ફેરવે માળા.

હવે મંદિર નથી જાતા, ઘરે બેસી કરે દર્શન,
અહીં ભજનો ય ફોને છે, અવાજે ફેરવે માળા.

કદી ના નામ લીધું’તું, કદી મંદિર ગયા ના’તા,
ગયા હારી તબીબો, તો ઇલાજે ફેરવે માળા.

નજર ચંપલ ઉપર છે ને, રખે ચોરાઈ જાયે તો,
નથી શ્રદ્ધા, ફકત લોકો-લિહાજે ફેરવે માળા.

‘પરાગે’ ના ધરી કંઠી, તિલક ના કોઈ દી, તોયે
ગઝલના શબ્દ લઈ, પોતા મિજાજે ફેરવે માળા.

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #દંભ #ભક્તિ #ધાર્મિકઆડંબર #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #Hypocrisy #RitualFaith #TrueDevotion #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખઅંજળઆગલો લેખ →મુસાફરી