માગણી
ઝાડ પાસે છાંય માગી, એ તરત ઝૂકી ગયું,
મેં નદીને જળ જ માગ્યું, ખોબલે મૂકી ગયું;
એક માણસ પાસ માગી’તી જરા અમથી દયા,
એ ‘હજી આવું’ કહીને આયખું ચૂકી ગયું.
– પરાગ રતનપરા
ઝાડ પાસે છાંય માગી, એ તરત ઝૂકી ગયું,
મેં નદીને જળ જ માગ્યું, ખોબલે મૂકી ગયું;
એક માણસ પાસ માગી’તી જરા અમથી દયા,
એ ‘હજી આવું’ કહીને આયખું ચૂકી ગયું.
– પરાગ રતનપરા