← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

માધવની પીડ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રાધાની પીડ તો ગોકુળ ગાયું, માધવની પીડ કોણે જાણી?
દ્વારિકાના મહેલ ઝરૂખે બેસી, એણે આંખે ભરિયાં પાણી.

સોનાની નગરી, સોળ હજાર રાણી, રાજ ને રથ ને હાથી,
પણ સાંજ પડે ને સાંભરી આવે જમનાકાંઠાની માટી;
વાંસળી હાથમાં લઈને વગાડે ત્યાં તો ધ્રૂજે વાણી…
રાધાની પીડ તો…

ગીતા ગાઈ, ધર્મ બચાવ્યો, સૌને માર્ગ બતાવ્યો,
પણ પોતાના મનના માર્ગે કદી પાછો ના આવ્યો;
જગના નાથ થયા, પણ રહ્યા ગોપીઓથી અજાણી…
રાધાની પીડ તો…

પરાગ કહે: જે સૌનું દુઃખ હરે, એનું દુઃખ કોણ હરે?
ઈશ્વર પણ જ્યાં પ્રેમ કરે, ત્યાં આંસુ થઈને ઝરે;
માધવના હૈયાનો ભાર તો રાધા એક જ જાણી…
રાધાની પીડ તો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખફોજી આવે છેઆગલો લેખ →જંગલી ફૂલ