← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઉઘાડા પગ, બળેલા હાથ, તોયે છાંયડો આપે,
બળે પોતે બધી રાતો, અમોને દીવડો આપે.

ભલે ફાટેલ સાડી હો, ભલે ઘર સાવ નાનું હો,
છતાં આવેલને મા તો હૃદયનો ઓરડો આપે.

હિસાબો ક્યાં કદી રાખે, ગણે ના ક્યાંય ઉપકારો,
રહે ભૂખી અને સૌને પ્રથમ એ રોટલો આપે.

બધા ભારો ઉપાડે ને બધાં દુઃખો સહી લે છે,
છતાં હસતાં રહીને એ મમતનો ખોળલો આપે.

પરાગે શબ્દ ગોઠવ્યા, છતાં મા ક્યાં સમાવાની?
ગઝલ તો શબ્દ દે, પણ મા જનમનો તાંતણો આપે.

– પરાગ રતનપરા

#ગઝલ #મા #માતૃપ્રેમ #મમતા #ત્યાગ #પરાગરતનપરા
#GujaratiGhazal #Mother #MothersLove #Sacrifice #Gratitude #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખકાગળ લખુંઆગલો લેખ →વોટ છે