← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કાગળ લખું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તને આજ કોરો જ કાગળ લખું,
ન અક્ષર, ન શાહી, ન ઝળઝળ લખું.

લખું તો મને એ જ ડર છે, સખી,
રખે આંસુ થઈ જાય, ઝાકળ લખું.

તને યાદ છે એ નદી, એ સમય?
ચલો, એ નદીની જ ખળખળ લખું.

નથી શબ્દ પાસે કશું બોલવા,
હવે આંખનું એક વાદળ લખું.

પરાગે નથી નામ લખવું કશે,
હવા પર બધી મ્હેક ઝળહળ લખું.

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રેમપત્ર #કોરોકાગળ #મૌન #વિરહ #પરાગરતનપરા
#GujaratiGhazal #LoveLetter #UnwrittenWords #Silence #Longing #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખભીનું ગીતઆગલો લેખ →મા