← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

લોકશાહીનો રિપોર્ટ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દર્દી: લોકશાહી.
ઉંમર: પંચોતેરથી વધુ.

તપાસ:
બ્લડપ્રેશર — મોંઘવારી જેટલું ઊંચું.
યાદશક્તિ — ચૂંટણી પછી તરત ગાયબ.
સાંભળવાની શક્તિ — માત્ર જયજયકાર સંભળાય છે.
દૃષ્ટિ — ખુરશીથી આગળ કશું દેખાતું નથી.
જીભ — બેવડી, ક્યારેક ત્રેવડી.

ભલામણ:
રોજ સવારે
એક ગોળી સવાલની,
રાતે
એક ચમચી સત્યનું સીરપ,
ને પાંચ વર્ષે એક વાર
આંગળી પર શાહીનું ઇન્જેક્શન.

ખાસ નોંધ:
દર્દી હજી જીવે છે,
કારણ કે
દવા લેવાની જવાબદારી
ડૉક્ટરની નહીં,
આપણી છે.

– પરાગ રતનપરા

અછાંદસવ્યંગ
← પહેલો લેખકાંસકીઆગલો લેખ →બાપુની સાઇકલ