← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

લીમડો ને આંબો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આંગણમાં એક લીમડો ઊભો, એક ઊભો છે આંબો,
કડવો-મીઠો સંસાર અમારો, છાંયો બેઉનો લાંબો.

લીમડે મ્હોર્યા ચૈતર-દિવસો, આંબે ટહુકા ડોલે,
એક જરા કડવું બોલે, ને બીજું મીઠું બોલે;
ઉપર ઉપર ડાળ લડે, પણ નીચે મૂળ સંગાથે…
આંગણમાં એક લીમડો…

વંટોળ આવ્યો, વીજ પડી, ને ધ્રૂજ્યાં ઘરનાં નેવાં,
લીમડે ઝાલ્યો આંબો, જાણે સાત જનમનાં લેવાં-દેવાં;
પાનખરે બેઉ સાથે ખરિયાં, વસંતે સાથે જાગ્યાં…
આંગણમાં એક લીમડો…

પરાગ કહે: આ ઘર-સંસાર તો કડવો-મીઠો મેવો,
એક જ ઘૂંટડે જે પી જાણે, એનો સ્વાદ અનેરો એવો;
દાદા-દાદીની જોડ જુઓ તો — લીમડો ને આ આંબો…
આંગણમાં એક લીમડો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઢમ ઢમ ઢોલઆગલો લેખ →ઓસરી