← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

લીમડાનો જવાબ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એસી બોલ્યું લીમડાને: ‘તારો ક્યાં હવે કોઈ ભાવ?
હું તો બટન દબાવે ઠારું, તું તો ઊભો સાવ…’

‘મારે ઘેર તો કાચની બારી, પડદા, મખમલ ગાદી,
તારે ઓટલે ભેંસો બાંધે, ચકલાં ચરકે આદિ;
મારો ઠાઠ જુએ તો ભૂલે સૌ તારી જૂની છાંવ…’
એસી બોલ્યું…

લીમડો બોલ્યો: ‘ભાઈ, તું ઠારે ઓરડો, ને બહાર બાળે,
તારી ગરમી શેરીએ ઠાલવે, ઉનાળો તું પાળે;
હું તો છાંયો આપું, દાતણ આપું, ને પાંદડે રૂઝે ઘાવ…’
એસી બોલ્યું…

પરાગ કહે: જ્યાં લાઇટ ગઈ, ત્યાં એસી થયું ચૂપચાપ,
સૌ દોડ્યા લીમડા હેઠે, ખાટલા ઢાળી આપોઆપ;
લીમડે ધીમે ડાળ હલાવી, જાણે બોલ્યો: ‘આવ…’
એસી બોલ્યું…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઆ ભવેઆગલો લેખ →પણ ડંખે