લખ્યા કરું
નામ તારું પીપળાના પાનમાં લખ્યા કરું,
સાદ થઈ તારી કહાણી કાનમાં લખ્યા કરું.
રાત આખી જાગતો, ને આ કલમ પણ જીર્ણ છે,
તોય આખી રાત, તારા ધ્યાનમાં લખ્યા કરું.
મંચ પર તો વાહ-વાહો, ને સભાનો શોર છે,
એકલો હું, સાવ સૂના રાનમાં લખ્યા કરું.
ઉંમરે ઝાંખી નજર, ને હાથ ધ્રૂજે, તે છતાં
આખરી ક્ષણ લગ સદા હું ભાનમાં લખ્યા કરું.
આ પરાગે શબ્દ સૌ તારે ચરણ વેર્યા, હવે
શ્વાસ છેલ્લો પણ તને હું દાનમાં લખ્યા કરું.
– પરાગ રતનપરા
#ગઝલ #કલમ #સર્જન #પ્રેમ #સમર્પણ #પરાગરતનપરા
#GujaratiGhazal #ThePen #PoetsLife #Devotion #WritingLove #ParagRatanpara