← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

લગનમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગયા’તા બધા સૌ સજેલા લગનમાં,
પછી ભૂખથી ત્યાં થકેલા લગનમાં.

કરે ધૂમ ડીજે, ધડાકા, ધમાલો,
અમે કાન ઢાંકી, ડરેલા લગનમાં.

પનીરો, પુલાવો, જલેબી ઝપાટે,
પછી ઓડકારે બળેલા લગનમાં.

હતા બ્હાર ભૂખ્યા ગરીબો ય ઊભા,
અને એંઠવાડા ભરેલા લગનમાં.

પરાગે કહી ત્યાં ગઝલ પ્રેમથી, પણ
હતા ઊંઘમાં સૌ ઢળેલા લગનમાં.

– પરાગ રતનપરા

#ગઝલ #હાસ્ય #લગ્ન #દેખાડો #અન્નનોબગાડ #પરાગરતનપરા
#GujaratiGhazal #Humour #IndianWeddings #FoodWaste #Satire #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખચકલીનું ટીપુંઆગલો લેખ →બોલશે