લગનમાં
ઘણા ઢોલ, ડી.જે., ફુવારા લગનમાં,
પિતા દીકરીના બિચારા લગનમાં.
હતી ભીડ એવી જલેબી ઉપર કે
ભરી થાળ ભાગ્યા ધુતારા લગનમાં.
સગાં ને વહાલાં ચડાવી ભવાં, કે
‘અમારા જ નબળા ઉતારા લગનમાં!’
વરે ને વધૂએ હસી પોઝ આપ્યા,
ઘડેલા, સજેલા નજારા લગનમાં.
પરાગે ભલે ખૂબ ખાધી જલેબી,
વિદાયે વહી આંસુધારા લગનમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #હાસ્ય #લગ્ન #જમણવાર #વિદાય #પરાગરતનપરા
#GujaratiGhazal #Humour #IndianWedding #WeddingFeast #Farewell #ParagRatanpara