લઈ જા મને
શ્યામ, તારી વાંસળીના પાદરે લઈ જા મને,
ગોપ ગાયો જ્યાં ચરાવે, ડુંગરે લઈ જા મને.
હું નગરની ભીડમાં ખોવાઈ બેઠો છું હવે,
જ્યાં યશોદા રાહ જોતી, ઉંબરે લઈ જા મને.
ઝેર પીને પણ હસી જે નાચતી’તી રાતભર,
એ દિવાની જોગણીના મંદિરે લઈ જા મને.
આંખ ખોલું તો બધે બસ શોર ને કોલાહલો,
બંધ આંખે જ્યાં મળે તું, ભીતરે લઈ જા મને.
આ પરાગે ગોરજે ન્હાવા ચહે છે, શ્યામ, બસ,
ગાય સંગે સાંજ ઢળતાં ગોંદરે લઈ જા મને.
– પરાગ રતનપરા
#ગઝલ #કૃષ્ણ #ભક્તિ #ગોકુળ #મીરાં #પરાગરતનપરા
#GujaratiGhazal #Krishna #Bhakti #Gokul #SpiritualLonging #ParagRatanpara