લાલ પેટી
હવે લાલ પેટી જ ખાલી રહી છે,
નજર ડાકિયાની સવાલી રહી છે.
લખે બા ભલે ધ્રૂજતા હાથ સાથે,
છતાં એ લખાવટ જ વ્હાલી રહી છે.
હવે ફોન પર એમ ‘ઓકે’ લખું છું,
ઇમોજી હસે, આંખ ઠાલી રહી છે.
કિતાબે પુરાણી હતું ફૂલ સૂકું,
હજી પાંદડીએ ય લાલી રહી છે.
પરાગે હવાને લખી છે ગઝલ જે,
ધરી એ, હવા દૂર ચાલી રહી છે.
– પરાગ રતનપરા
#ગઝલ #ટપાલ #કાગળ #બાનાઅક્ષર #જૂનીયાદ #પરાગરતનપરા
#GujaratiGhazal #Letters #LostArtOfWriting #Nostalgia #HandwrittenLove #ParagRatanpara