લાલ ગુલાબ
મારી પ્રીત તો લાલ ગુલાબ, સખી, જૂન મહિને ખીલ્યું,
મારી પ્રીત તો મીઠું ગીત, જે ઝરણે ઝરણે ઝીલ્યું.
જ્યાં સુધી દરિયા સુકાય નહીં, ને ખડક ઓગળે ન તાપે,
ત્યાં સુધી હું ચાહીશ તને, આ વચન રહેશે મારે માપે;
રેતઘડીની છેલ્લી કણી પણ મારું હૈયું ઝીલ્યું…
મારી પ્રીત તો લાલ ગુલાબ…
દૂર જાઉં છું થોડા દી, પણ પાછો આવીશ જરૂર,
દસ હજાર જોજન હોય ભલે, તોય ન રહેવું દૂર;
તારી યાદનું અત્તર મેં તો રૂમાલ માંહે સીલ્યું…
મારી પ્રીત તો લાલ ગુલાબ…
પરાગ કહે: આ પ્રીત પુરાણી, પરદેશી કવિની વાણી,
પણ ભાષા બદલે તોય ન બદલે પ્રીતનું મીઠું પાણી;
દુનિયાનું દરેક ગુલાબ, સખી, એક જ રંગે ખીલ્યું…
મારી પ્રીત તો લાલ ગુલાબ…
– પરાગ રતનપરા