← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

લાઇવ ડૂબવું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ડૂબતો મુજને નિહાળી, લોક કાંઠે થંભિયા,
હાથ લંબાવ્યો નહીં, પણ ફોન સૌએ તાકિયા;
રાતભરમાં લાખ લોકોએ ય માણ્યું ડૂબવું,
ને સવારે શોકના સંદેશ સૌએ આપિયા.

– પરાગ રતનપરા

મુક્તકવ્યંગ
← પહેલો લેખબદલાય છેઆગલો લેખ →ના ઊઘડે