← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

લાઇનમાં ઊભા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

અમે તો લાઇનમાં ઊભા રે, લાઇન અમારું ગામ,
રેશન, બિલ ને બૅન્ક-કતારે વીતે ઉંમર તમામ.

સવારે દૂધની લાઇન લાંબી, બપોરે લાઇટ-બિલ,
સાંજે દવાની બારી પાસે ધ્રૂજે ઘરડું દિલ;
ટોકન નંબર બોલાયો ત્યાં બારી થઈ ગઈ બંધ —
‘કાલે આવજો!’ — કાલ અમારી રોજની રામકહાણ…
અમે તો લાઇનમાં…

ચૂંટણી આવે ત્યારે નેતા લાઇનમાં સૌ જોડે,
હાથ મિલાવે, ફોટો પડાવે, પછી અમને છોડે;
પાંચ વરસમાં એક જ દિવસ અમે બનીએ રાજા,
પછી પાછા એ જ કતારે — એ જ જૂની તાણ…
અમે તો લાઇનમાં…

પરાગ કહે: મર્યા પછી પણ સ્મશાને લાઇન મળે,
લાકડાંની પણ સ્લીપ કપાવે, ત્યારે ચિતા બળે;
સ્વર્ગે જઈ ચિત્રગુપ્તને પૂછ્યું: ‘ક્યાં છે દ્વાર?’
બોલ્યા: ‘ઊભો રહે લાઇનમાં, ભાઈ, આગળ લાંબું ધામ!’
અમે તો લાઇનમાં…

– પરાગ રતનપરા

ગીતવ્યંગ
← પહેલો લેખચાકડોઆગલો લેખ →બેસજો