← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ક્યારે કહું?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હોઠ પર આવી અટકતી વાતને ક્યારે કહું?
ને ગળે ડૂમો ભરાયો, કેમ અત્યારે કહું?

વાયદો આપી ગયો'તો, ને ન આવ્યો તું કદી,
ભીતરે જે છે, હવે એ બંધ આ દ્વારે કહું?

નાવ તૂટી, હાથ છૂટ્યો, ને પવન ગાજે ઘણો,
ડૂબતો હું, સાદ કોને? આજ મઝધારે કહું?

દીવડો ઠરતો ગયો, ને રાત ઘેરાતી રહી,
જે ન કીધું તેજમાં, એ કેમ અંધારે કહું?

આ પરાગે સાચવી રાખી હતી જે વાત, એ
ફૂલ ખરશે, મ્હેક જાશે, તો પછી ત્યારે કહું?

– પરાગ રતનપરા

#ગઝલ #અકથિત #મૌન #પ્રેમ #પ્રતીક્ષા #પરાગરતનપરા
#GujaratiGhazal #UnspokenWords #Silence #UnsaidLove #Waiting #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઆ માટી મારી માઆગલો લેખ →વાહ