← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ક્યાં જડે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રાતની એ વારતા ને એ જ વાણી ક્યાં જડે?
છાંયડો વડનો, પરબનું શીત પાણી ક્યાં જડે?

રોજ આવે ફોનમાં સંદેશ સો, તો પણ હવે,
પોસ્ટકાર્ડે બાપુજીની એ નિશાની ક્યાં જડે?

ઘૂઘરા ગાતા બળદના, ધૂળ ઊડે પાદરે,
તેલની એ ગંધ, ફરતી બળદ-ઘાણી ક્યાં જડે?

ઢોલ વાગે, ભાત ચડતો, આંબલીની છાંય હેઠ,
ગામ આખું સાથ જમતું, એ ઉજાણી ક્યાં જડે?

આ ‘પરાગે’ બાળપણ ખોળ્યું સુગંધોમાં બધે,
બાગ છે, ફૂલો ય છે, એ રાતરાણી ક્યાં જડે?

– પરાગ રતનપરા

#ગઝલ #ગામડું #બાળપણ #સ્મૃતિ #જૂનોજમાનો #પરાગરતનપરા
#GujaratiGhazal #VillageMemories #Childhood #Nostalgia #LostTimes #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખમાની ખાંસીઆગલો લેખ →પાવો