← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ક્યાં હવે?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ધૂળમાં રમતા, ખખડતી એ લખોટી ક્યાં હવે?
થૂંકથી ભૂંસી લખાતી સ્લેટ-પાટી ક્યાં હવે?

આભમાં ઊંચે ચડેલો એ પતંગ કપાઈ ગ્યો,
દોડતી એની પછાડી, એ જ ટોળી ક્યાં હવે?

તાવમાં માથું ઢળે, ખોળો હતો માનો, અને
ઊંઘ ઝટ આવી જતી, એ માત-લોરી ક્યાં હવે?

છૂટવાનો ઘંટ સાંભળતાં જ પાંખો ઊગતી,
દોડતાં ઘર, ને મળે એ ગરમ રોટી ક્યાં હવે?

આ પરાગે બાળપણમાં ફૂલ સૂંઘ્યાં’તાં ઘણાં,
મ્હેક તો છે, પણ નમેલી એ જ ડાળી ક્યાં હવે?

– પરાગ રતનપરા

#ગઝલ #બાળપણ #લખોટી #પતંગ #માનીલોરી #પરાગરતનપરા
#GujaratiGhazal #Childhood #Nostalgia #KiteFlying #Lullaby #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખમદારીનો ખેલઆગલો લેખ →હજી