← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મદારીનો ખેલ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ડુગડુગી વાગી રે ભાઈ, ખેલ શરૂ થયો,
ઉપરવાળો મદારી, ને હું વાંદરો બન્યો.

દોરી બાંધી ગળે, કહે: ‘નાચ, મારા લાલ!’
પૈસા માટે ઠેકડા, ને તાળી માટે તાલ;
ટોળું હસ્યું, તોય અંદર ભૂખ્યો જીવ રહ્યો…
ડુગડુગી વાગી…

ક્યારેક રાજા બનાવે, ક્યારેક રંક ભિખારી,
ક્યારેક વરરાજો સજાવે, ક્યારેક અરથી ભારી;
વેશ બદલતો ગયો, ને ખેલ ચાલતો રહ્યો…
ડુગડુગી વાગી…

પરાગ કહે: સાંજ પડી, ને ડુગડુગી ચૂપ થઈ,
મદારીએ દોરી છોડી, ને ભીડ વિખરાઈ ગઈ;
ત્યારે સમજાયું — નાચતો હું, ને હું જ જોતો રહ્યો…
ડુગડુગી વાગી…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખમનેઆગલો લેખ →ક્યાં હવે?