← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ક્યાં હશે?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કાચની ખિસ્સે ખખડતી એ લખોટી ક્યાં હશે?
ને નિશાળે ના જવાની વાત ખોટી ક્યાં હશે?

ઠારમાં ચૂલા કને ભેગાં થતાં'તાં સૌ જણાં,
હાથથી બાના ઘડેલી ગોળ રોટી ક્યાં હશે?

પાર્લરે જઈ બેનડીએ વાળ કાપ્યા શોખથી,
રોજ માડી ગૂંથતી'તી એ ય ચોટી ક્યાં હશે?

ઓરડી નાની હતી, ને માણસો'તા એક સો,
એ જગા દિલની, હતી જે ખૂબ મોટી, ક્યાં હશે?

આ પરાગે ગામ આખામાં ફરી જોયું, છતાં
માસ્તરે મારી હતી જે, એ ય સોટી ક્યાં હશે?

– પરાગ રતનપરા

#ગઝલ #બાળપણ #સ્મૃતિ #ગામડું #ઝુરાપો #પરાગરતનપરા
#GujaratiGhazal #Childhood #Nostalgia #VillageMemories #LostTimes #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખવીજળીઆગલો લેખ →અજનબી