ક્યાં ગયા?
સાંજની વાતના ઓટલા ક્યાં ગયા?
ચાંદની રાતના ખાટલા ક્યાં ગયા?
ઑર્ડરે આવતાં બર્ગરો ઘર સુધી,
બા તણા હાથના રોટલા ક્યાં ગયા?
પૅકમાં ચીરિયાં મૉલમાં વેચતા,
ચૂસતા, ફેંકતા ગોટલા ક્યાં ગયા?
ભેરુ સૌ ખેલતા સાંજ પડતાં લગી,
કોણ જાણે હવે, કેટલા ક્યાં ગયા?
આ નગરમાં પરાગે ઘણું છે ભલે,
ગામનાં સ્મરણનાં પોટલા ક્યાં ગયા?
– પરાગ રતનપરા
#ગઝલ #ગામ #બાળપણ #ઓટલો #સ્મરણ #પરાગરતનપરા
#GujaratiGhazal #VillageLife #Childhood #Nostalgia #LostTimes #ParagRatanpara