← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ક્યાં છે કાના?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ક્યાં છે કાના, ક્યાં છે કાના, વાંસળી વાગે ને તું ના દેખાય,
જમનાને કાંઠે ઊભી રાધા, એનું મનડું ઝૂરી ઝૂરી જાય.

કદંબની ડાળે પૂછ્યું મેં, ‘ક્યાં ગયો મારો શ્યામ?’
ડાળ ઝૂકીને બોલી, ‘એ તો ગયો મથુરા ગામ’;
મથુરાની વાટ જોઉં તો, ત્યાં ધૂળ જ ધૂળ ઊડી જાય…
ક્યાં છે કાના…

માખણ મટુકી ભરીને રાખી, કોઈ ન આવ્યું ચોરવા,
ગાયો ઊભી સાંજે પાદર, કોઈ ન આવ્યું દોરવા;
ગોકુળ આખું સૂનું સૂનું, ને મોર પણ ચૂપ થઈ જાય…
ક્યાં છે કાના…

પરાગ કહે: રાધા, તું રડ મા, કાનો ક્યાંય નથી ગયો,
તારા જ શ્વાસની વાંસળીમાં એ સૂર બનીને રહ્યો;
આંખ મીંચીને સાંભળ, એ તો ભીતર ભીતર ગાય…
ક્યાં છે કાના…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખતારે શરણઆગલો લેખ →ખાડો