કુંભારનું કોડિયું
દિવાળીની આગલી રાતે
કુંભાર
બજારના ખૂણે
કોડિયાંનો ઢગલો લઈ બેઠો છે.
સામે
ઝગમગ ચીની તોરણો
ત્રીસ રૂપિયામાં
આખું ઘર અજવાળે છે.
લોકો
એના કોડિયાને
અડે છે,
ઉપાડે છે,
ભાવ પૂછે છે,
મૂકી દે છે.
રાતે
બજાર ખાલી થાય છે.
કુંભાર
એક કોડિયું
પોતાના માટે સળગાવે છે —
અને આખા બજારમાં
એ એક જ દીવો છે
જે
પોતાની માટીમાંથી
અજવાળું આપે છે.
– પરાગ રતનપરા