કોરો કાગળ
કવિ
કોરો કાગળ લઈ
આખી રાત બેઠો —
એક શબ્દ ન સૂઝ્યો.
સવારે
એની ચાર વર્ષની દીકરીએ
એ જ કાગળ પર
એક ઘર દોર્યું,
બાજુમાં સૂરજ,
ઉપર બે પંખી,
ને નીચે લખ્યું: ‘મમ્મી-પપ્પા’ —
‘પ’ ઊંધો.
કવિએ એ કાગળ
ફ્રેમમાં મઢાવ્યો.
એની આખી કવિતાઓમાં
આટલી સાચી
એક પણ પંક્તિ
નહોતી.
– પરાગ રતનપરા